પ્રિ મોન્સુન કામગીરી:મોરબીમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા મનપા મેદાને, વિવિધ વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો
મોરબી ચોમાસું નજીક આવતાની સાથે મહાનગરપાલિકાના વિવિધ વિભાગ પ્રિ મોન્સુન કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.જેના ભાગરૂપે મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરાઇ હતી. જેમાં જાનીશેરી, નાગનાથરી, પ્રજાપત સોસાયટી અને દેરાસર શેરીમાં ઘર મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ આવા પાત્રોમાં પોરા ઉત્પન્ન થતા અટકાવવા એબેટ કામગીરી આવી હતી, તેમજ વીસીપરા વોંકળા, રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં મચ્છર ન થાય તે માટે દવા છંટકાવ કામગીરી, મોચીશેરી, પખાલીશેરી તથા વેરાઈ શેરીની ગટરમાં મચ્છરનાશક દવા છંટકાવ કામગીરી કરાઇ હતી. મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા,પક્ષીકુંડ, ફુલદાની વગેરેને દર અઠવાડીયે ઘસીને સાફ કરી સુકવવા મકાનની છત પર પાણી ભરાઈ શકે એવા બિનજરૂરી ટાયર ખાલી ડબ્બા વગેરે પાત્રનો નિકાલ કરવો , સાંજના સમયે બારી બારણા બંધ રાખવા , મચ્છરદાનીમાં જ સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલા બંધિયાર પાણી વહેતું કરી દેવું વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવા મનપાના આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયાએ જણાવ્યું હતું.
Read Original Article →