ટંકારા વીડીમાં ગેરકાયદે બાવળ કટીંગ, એક ઝડપાયો:વન વિભાગે 700 કિલો લાકડા અને ₹10 હજાર રિકવરી વસૂલી

Gujarat6/4/2026, 3:58:43 PM
ટંકારા વીડીમાં ગેરકાયદે બાવળ કટીંગ, એક ઝડપાયો:વન વિભાગે 700 કિલો લાકડા અને ₹10 હજાર રિકવરી વસૂલી
ટંકારા તાલુકાના વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાંથી દેશી બાવળના ઝાડનું ગેરકાયદેસર કટીંગ કરતા એક શખ્સને વન વિભાગે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 700 કિલો લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગને 3 જૂન, 2026ના રોજ સાંજના સમયે ટંકારા ગામના વીડી વિસ્તારમાં બાવળના ઝાડનું કપાણ થતું હોવાની ખાનગી બાતમી મળી હતી. તપાસ દરમિયાન સીતાપરા મનોજભાઈ લક્ષ્મણભાઈ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. વન વિભાગે કપાણ કરાયેલા 700 કિલો દેશી બાવળના જલાઉ લાકડાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપી સામે ભારતીય વન અધિનિયમ-1927ની કલમ 26(1)(a) અને (b) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની પાસેથી રૂ.10 હજારની એડવાન્સ રીકવરી પણ વસૂલવામાં આવી છે.
Read Original Article →