ટંકારામાં બે અલગ ઘટનામાં યુવાન અને આધેડના મોત:કારખાનામાં ચક્કર આવતા યુવાન, વીજ શોકથી આધેડનું નિધન

Gujarat4/5/2026, 9:26:33 AM
ટંકારામાં બે અલગ ઘટનામાં યુવાન અને આધેડના મોત:કારખાનામાં ચક્કર આવતા યુવાન, વીજ શોકથી આધેડનું નિધન
ટંકારા તાલુકામાં અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. લજાઈ ગામે વીજ થાંભલા પર કામ કરતી વખતે વીજ શોક લાગવાથી એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે નસીતપર ગામે એક કારખાનામાં પાણી પીવા ગયેલા યુવાનને ચક્કર આવતા પડી જવાથી માથામાં ગંભીર ઈજા થતાં તેનું પણ સારવાર દરમિયાન નિધન થયું હતું. પ્રથમ બનાવમાં, ટંકારાના લજાઈ ગામે રહેતા ૫૧ વર્ષીય રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા ગત તા. ૧ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ વાગ્યાના અરસામાં વેણીયા સીમમાં પાણી વાળી રહ્યા હતા. તે દરમિયાન તેઓ વીજળીના થાંભલા પર ચડીને લાઈટનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. વીજ શોક લાગતા તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાએ ટંકારા પોલીસને જાણ કરી હતી. બીજા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં આવેલ શ્રી નીલકંઠ પ્રિન્ટપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો ૪૦ વર્ષીય ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર મજૂરી કામ કરતો હતો. ગત તા. ૪ એપ્રિલના રોજ તે નીલકંઠ કારખાનામાં પાણીના કુલર પાસે પાણી પીવા ગયો હતો. ત્યાં તેને અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ આકાશભાઈ રાજુભાઈ બંસકાર (ઉં.વ. ૨૨, મૂળ મધ્યપ્રદેશ) દ્વારા ટંકારા પોલીસને કરવામાં આવી હતી.
Read Original Article →