મોરબી-રાજકોટ હાઈવે પર ચાલુ કારમાં લાગી આગ:ટંકારા પાસે પરિવારના 3 સભ્યોનો આબાદ બચાવ, કાર બળીને ખાખ

Gujarat6/4/2026, 3:56:17 PM
મોરબી-રાજકોટ હાઈવે પર ચાલુ કારમાં લાગી આગ:ટંકારા પાસે પરિવારના 3 સભ્યોનો આબાદ બચાવ, કાર બળીને ખાખ
રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના છતર ગામ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટથી મોરબી તરફ જઈ રહેલી કાર કાગદડી અને છતર વચ્ચે ખોડીયાર માતાજીના મંદિર પાસે પહોંચતા જ આગની લપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, જીજે-36-એફ-3394 નંબરની ડીઝલ કારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સવાર હતા. કારમાં આગ ભભૂકતા જ અંદર સવાર લોકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. સદ્ભાગ્યે, ત્રણેયનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ 112 પર કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ જોતજોતામાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
Read Original Article →