અરજદારોનો ઉકળાટ‎:મોરબીમાં જન્મ-મરણ પ્રમાણપત્ર માટે લોકો કલાકો સુધી કતારમાં છતાં કામ અધૂરું!

Gujarat4/5/2026, 12:00:00 AM
મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદથી મોરબી શહેરની વસ્તીની સાથે સાથે નવી ભળેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા લોકોની જન્મ મરણ પ્રમાણ પત્ર મેળવવા બાબતે મુશ્કેલી સતત વધી રહી છે. જન્મ મરણ નોંધણી માટે ઉપયોગમાં લેવાતા સર્વર સીઆરએસ પોર્ટલના અપડેટની કામગીરી ચાલી રહી હોય તેનું સર્વર ડાઉન હોવાના કારણે લોકોને પ્રમાણ પત્ર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને એક કામ કરવા માટે અગાઉ ટોકન માટે ધક્કા થાય છે જો ટોકન મળી જાય તો સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા થાય છે. મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સીટી સિવિક સેન્ટર જાણે અરજદારો માટે ધક્કા સેન્ટર બની ગયું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ત્યારે આજે મોરબી મનપા કચેરી ખાતે વાંરવાર ધક્કા ખાવાથી કંટાળી ચુકેલા એક અરજદારનો રોષ ઠાલવતો વિડીયો સામે આવ્યો છે જેમાં પોતે સવાર 10 વાગ્યાથી સેન્ટર પર આવી ગયો હતો પણ એક ટેબલ થી બીજા અને બીજા ટેબલ થી ફરી પહેલા ટેબલના ધક્કા ખવડાવતા હોવાનો દાવો કર્યો હતો અરજદારે જણાવ્યું હતું કે તેનો ટોકન નંબર 67 હોવા છતાં આખો દિવસ મનપા કચેરીએ બેસવા છતાં તેનું કામ થયું ન હતું. ‘મારા પત્ની હોસ્પિટલમાં છે, આખો દી’ અહીં કેમ બેસી શકું ’ અરજદાર ઇકબાલ ભાઈએ જણાવ્યું હતું કે તેઓ સવારથી મનપા કચેરી આવી ગયા હતા ટોકન લઇને આખો દિવસ બેઠો રહ્યો. કર્મચારીઓ એક સ્થળેથી બીજા સ્થળે મોકલી રહ્યા હતા મારો 66 નંબરનું ટોકન હોવા છતાં બપોર સુધી મારું કામ થયું ન હતું મારા પત્ની હોસ્પીટલમાં દાખલ છે અહી આખો દિવસ લોકો લાઈનમાં ઉભા રહે છે છતાં કામ થતા નથી
Read Original Article →