ઓચિંતા જ મુલાકાત લેતાં પોલ છતી થઇ:મોરબીની સબ જેલમાં બેરેક નં.1ની પાછળના યુરિનલની કુંડીમાં સંતાડેલો મોબાઇલ ‘રણક્યો’

Gujarat5/24/2026, 1:13:49 AM
મોરબીની સબ જેલમાં અમદાવાદની ઝડતી સ્ક્વોર્ડની ટીમે ઓચિંતા જ વિઝીટ કરીને આ સબ જેલની ઝડતી લીધી હતી અને જેલનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જેલના સર્કલ નં-1 ની બેરેક નં-1 ની પાછળના ભાગમાં આવેલા પ્રથમ યુરિનલની કૂંડીની અંદરથી કેચાડા કંપનીનો સિલ્વર-બ્લેક કલરનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને બે સીમકાર્ડ લાગે તેવો બેટરી સાથેનો મોબાઇલ ફોન જેલની અંદરથી મળી આવ્યો છે અને આ મોબાઈલ ફોનમાં પાછળના ભાગે ઢાંકણું ન હતું. ફોનની માલિકી માટે કોઇનો દાવો નહીં! જેલમાંથી મળેલો ફોન કોનો છે તે અંગે પૂછપરછ કરાતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ઝડતી સ્ક્વોડ જેલર દેવશીભાઈ કરંગીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અગાઉના પ્રકરણોના રહસ્ય પરથી પડદો ન ઊંચકાયો ! મોરબીની સબ જેલમાંથી અગાઉ પણ વારંવાર મોબાઈલ મળ્યા હોવા છતાં એકેય પ્રકરણના રહસ્ય પરથી પડદો ઉંચકાયો નથી. થોડા સમય અગાઉ પણ જેલમાં આ રીતે ચેકિંગ થયું હતું અને ત્યારે બે મોબાઈલ ફોન જેલમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ એક વાર જેલની બહારના ભાગેથી કોઈએ જેલની અંદર એક કપડાં વીટેલા પોટલાનો ઘા કર્યો હતો. તે પોટલાને ચેક કરતા તેમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જો કે, જુદાજુદા સમયે મોરબીની જેલમાંથી મળી આવેલા આ ત્રણ મોબાઈલ ફોન કોના હતા ? તેનું રહસ્ય હજુ બહાર આવ્યું નથી. આ બધા પ્રકરણોની હજુ પણ તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.
Read Original Article →