મોરબીના વોર્ડ 7માં પ્લાસ્ટિક કલેક્શન અભિયાન:કોર્પોરેટરો અને સ્થાનિકોએ માધાપર શાક માર્કેટથી લાતીપ્લોટ પોલીસ ચોકી સુધી સફાઈ કરી

Gujarat6/9/2026, 3:58:03 PM
મોરબીના વોર્ડ 7માં પ્લાસ્ટિક કલેક્શન અભિયાન:કોર્પોરેટરો અને સ્થાનિકોએ માધાપર શાક માર્કેટથી લાતીપ્લોટ પોલીસ ચોકી સુધી સફાઈ કરી
મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના 'સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત' અભિયાનને વેગ આપવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મોરબીના વોર્ડ નંબર 7માં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને સફાઈ અભિયાન યોજાયું હતું. આ અભિયાન માધાપર શાક માર્કેટથી આસ્વાદ પાન અને ત્યાંથી લાતીપ્લોટ પોલીસ ચોકી સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર અને જલ્પાબેન સોનગ્રાએ સફાઈ કામગીરીમાં શ્રમદાન કર્યું હતું. તેમની સાથે વોર્ડના અન્ય કાર્યકર્તાઓએ પણ સક્રિય ભાગ લઈ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી હતી. સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. તંત્ર દ્વારા નગરજનોને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →