મોરબીમાં 12 જૂને 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન':તૈયારીઓની સમીક્ષા માટે અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વડાપ્રધાનના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં 12 જૂનના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ સંમેલન) નું આયોજન કરાયું છે. મોરબીના સનાળામાં આવેલી પટેલ સમાજવાડી ખાતે સવારે 9 થી 12 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. તેની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમણે સંમેલન સંદર્ભે વિવિધ સંબંધિત કચેરીઓ અને સરકારી વિભાગો દ્વારા કરવામાં આવેલી વહીવટી તૈયારીઓ અને વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કાર્યક્રમને સુચારુ રૂપે પાર પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકનું સંચાલન મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત મોરબી જિલ્લામાં રમત-ગમત, સાહિત્ય, કલા અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા સ્થાનિક નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વિશેષ રૂપે સહભાગી બનાવવામાં આવશે.
Read Original Article →