મોરબીના VI સ્ટોરના સર્વર રૂમમાં આગ લાગી:ફસાયેલા ચાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા, કોમ્પ્યુટર સિસ્ટમ સહિતની વસ્તુઓ બળીને ખાખ

Gujarat5/13/2026, 1:39:28 PM
મોરબીના VI સ્ટોરના સર્વર રૂમમાં આગ લાગી:ફસાયેલા ચાર વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા, કોમ્પ્યુટર સિસ્ટમ સહિતની વસ્તુઓ બળીને ખાખ
મોરબીના સનાળા રોડ પર આવેલા વોડાફોન (VI) સ્ટોરના સર્વર રૂમમાં બપોરે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓ ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ સ્ટોરને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બપોરના 2:00 વાગ્યાના અરસામાં રામચોકથી આગળના ભાગમાં આવેલા VI સ્ટોરમાં બન્યો હતો. આગની જાણ થતાં જ મોરબી મહાપાલિકાનો ફાયર વિભાગ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગી તે સમયે સર્વર રૂમમાં ચાર વ્યક્તિઓ ફસાયા હતા. ફાયર વિભાગની ટીમે સૌપ્રથમ આ ચારેય વ્યક્તિઓને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવામાં આવી હતી. આગના કારણે સર્વર રૂમમાં રાખવામાં આવેલી કોમ્પ્યુટર સિસ્ટમ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વોડાફોન સ્ટોરના માલિક અભિજીતસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ફાયરની ટીમ દ્વારા સ્થળ પર આવીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી ન હતી, જેના કારણે આગ વધુ વિકરાળ બની અને સ્ટોરને વધુ નુકસાન થયું. તેમણે ખાસ કરીને સર્વર રૂમમાં મૂકવામાં આવેલી કોમ્પ્યુટર સિસ્ટમ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.
Read Original Article →