મોરબીમાં STP પ્લાન્ટનો પાળો તોડી નખાતા ખેતરો જળબંબાકાર:15 જેટલા ખેડૂતોને ચોમાસુ પાક લેવા સામે જોખમ, શુદ્ધ કરાયેલું પાણી પિયતમાં ન લેવાતા સ્થિતિ બગડી
મોરબીના પંચાસર રોડ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના તળાવનો એક તરફનો પાળો તોડી નાખવામાં આવતા આસપાસના 10થી 15 ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 2થી 3 મહિનાથી સર્જાયેલી આ સ્થિતિના કારણે ખેડૂતો માટે આગામી ચોમાસુ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપાધી પાછળ ખેડૂતો શુદ્ધ કરાયેલું પાણી સિંચાઈમાં ન લેતા તળાવ ભરાઈ ગયું છે. જ્યારે STP પ્લાન્ટની પાછળના ભાગમાં જ્યાં અગાઉ પાણી ત્યાં મહાપાલિકાના સ્ટોર વિભાગનું બાંધકામ ચાલી રહ્યું છે તેથી સ્થિતિ બગડી છે. કરોડોના ખર્ચે બનેલો પ્લાન્ટ અડધી ક્ષમતાએ કાર્યરત
મોરબી શહેરી વિસ્તારના ગટરના પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ઉપયોગમાં લેવાના હેતુથી પંચાસર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે આ STP પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. તત્કાલીન નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ 24 MLDની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં હાલમાં દરરોજ 12થી 13 MLD પાણી શુદ્ધ કરવામાં આવે છે. આ શુદ્ધ કરાયેલું પાણી પ્લાન્ટની બાજુમાં આવેલા તળાવમાં છોડવામાં આવે છે. બાંધકામ બચાવવા પાળો તોડાતા ખેડૂતો મુશ્કેલીમાં
સ્થાનિક ખેડૂતો મનસુખ પરમાર અને લાલજી નકુમના જણાવ્યા અનુસાર, દર વર્ષે તેઓ ચોમાસા પહેલા વાવેતર કરીને સીઝનનો મુખ્ય પાક લેતા હોય છે. જોકે, છેલ્લા 2થી 3 મહિનાથી ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે આ વર્ષે ચોમાસુ પાક ગુમાવવો પડે તેવી ભીતિ સર્જાઈ છે. સમસ્યાનું મુખ્ય કારણ
STP પ્લાન્ટની પાછળના ભાગમાં જ્યાં અગાઉ પાણી ભરાતું હતું, તે જગ્યા પર હાલમાં મહાપાલિકાના સ્ટોર વિભાગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ નિર્માણધીન બાંધકામ વિસ્તારમાં પાણી ન જાય તે માટે તળાવનો એક બાજુનો પાળો તોડી નાખવામાં આવ્યો છે, જેના કારણે બધું પાણી ડાયવર્ટ થઈને સીધું ખેડૂતોના ખેતરોમાં ઘૂસી રહ્યું છે. ખેડૂતો એક હજાર વીઘામાં સિંચાઈ કરતા બંધ થયા
આ અંગે STPના ઇન્ચાર્જ ઇજનેર વિપુલ સિંધવે જણાવ્યું હતું કે, અગાઉ વાવડી ગામ સુધી આ તળાવમાંથી પાણી લઈ જઈને ખેડૂતો દ્વારા આશરે 1,000 વીઘા જમીનમાં સિંચાઈ કરવામાં આવતી હતી. જોકે, હાલમાં ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી ઉપાડવાનું બંધ કરાતા તળાવ ઓવરફ્લો થઈ જાય છે. હાલ ખેડૂતોના ખેતરોમાં પાણી ન ભરાય અને શુદ્ધ કરાયેલા પાણીનો સિંચાઈ માટે યોગ્ય નિકાલ થાય તે માટે વહીવટી પ્રક્રિયા અને જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
Read Original Article →