મોરબી SOGએ અપહરણ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો:ભોગ બનનારને પણ શોધી કાઢી AHTUને સોંપાયા
મોરબી SOG સ્ટાફે અપહરણ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે અપહરણનો ભોગ બનેલી વ્યક્તિને પણ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં SOGએ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભોગ બનનારને મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ને સોંપવામાં આવ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી નિતિનભાઈ ઉર્ફે નીક ગંગારામભાઈ પરમાર (ઉંમર ૨૬, રહે. બાદનપર, તા. મોરબી) ને ઝડપી પાડવામાં આવ્યો છે.
Read Original Article →