મોરબીના શનાળા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા માંગ

Gujarat6/5/2026, 4:33:33 AM
મોરબીના શનાળા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા માંગ
મોરબી શહેરની નજીક આવેલા શનાળા ગામની મધ્યમાં આવેલા મુખ્ય તળાવમાં છેલ્લા 24થી 48 કલાકની અંદર અસંખ્ય માછલીઓના અચાનક મોત નીપજ્યા છે. તળાવના કિનારે અને પાણીની સપાટી પર મરેલી માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિક રહિશોમાં ભારે ફફડાટ અને કુતૂહલ વ્યાપી ગયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેનાથી આસપાસના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા અને મોતનું ચોક્કસ કારણ શોધવા તપાસની માંગ કરી છે. માછલીઓના અચાનક મૃત્યુ પાછળ પાણીમાં ઓક્સિજનની અછત, પ્રદૂષણ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
Read Original Article →