મોટી વાવડીમાં ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો:પોલીસે ₹3.74 લાખની 2016 દારૂની બોટલ જપ્ત કરી
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં આવેલી એક ઓરડીમાંથી મોરબી તાલુકા પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતા સ્થળ પરથી ઇંગ્લિશ વ્હીસ્કીની કુલ 2016 પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત ₹3,74,976 આંકવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વિજયસિંહ સજુભા જાડેજા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →