મોરબીના કાલિકાપ્લોટમાંથી વિદેશી દારૂ ઝડપાયો:એ ડિવિઝન પોલીસે 72 ચપલા દારૂ જપ્ત કર્યો, આરોપી ફરાર
મોરબીના કાલિકાપ્લોટ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કાલિકાપ્લોટમાં નર્મદા હોલ સામે રહેતા ઇમ્તીયાઝ ઉર્ફે બાલો હુશેનભાઈ કરીમભાઈ કુરેશીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં મકાનમાંથી રૂપિયા 9,000ની કિંમતના વિદેશી દારૂના 72 ચપલા મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે. આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે બાલો સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને તેની શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →