મોરબી પોલીસે અસામાજિક તત્વોને કાયદો સમજાવ્યો:ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી સામાન્ય જીવન જીવવા પ્રેરણા આપી

Gujarat6/6/2026, 9:37:54 AM
મોરબી પોલીસે અસામાજિક તત્વોને કાયદો સમજાવ્યો:ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી સામાન્ય જીવન જીવવા પ્રેરણા આપી
મોરબી પોલીસે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા અસામાજિક તત્વોને સુધારવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (કચ્છ બોર્ડર રેન્જ) અને પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ (મોરબી વિભાગ)ના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.સરવૈયાએ કાર્યવાહી કરી હતી. તેમણે તેમના વિસ્તારમાં રહેતા એવા અસામાજિક તત્વોને બોલાવ્યા હતા, જેઓ અવારનવાર શરીર સંબંધિત, મિલકત સંબંધિત ગુનાઓ અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. પોલીસે આ તત્વો વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની માહિતીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમને "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" તેવું સૂત્ર સમજાવી, સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રયાસનો ઉદ્દેશ્ય તેમને સન્માર્ગે વાળવાનો છે.
Read Original Article →