મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ, સફાઈ અભિયાન:વોર્ડ નં. 9ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ આપ્યો જનજાગૃતિનો સંદેશ
રાજ્ય સરકારના "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે, મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત આજે વોર્ડ નંબર 9 વિસ્તારના હિરાસર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા અને નૂતનબેન હરસુખભાઈ વિડજા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમણે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણ માટે મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની આ અભિયાનને સફળ બનાવ્યું હતું.
Read Original Article →