મોરબીના નવા પદાધિકારીઓએ જલારામ ધામની મુલાકાત લીધી:મેયર સહિતના આગેવાનોએ આરતી કરી, પ્રસાદ વિતરણ કર્યું
મોરબીના જલારામ ધામ ખાતે મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત પદાધિકારીઓએ પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતારી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કરીને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેટરો, મનપાના આગેવાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →