72 IAS અધિકારીઓની બદલી:મોરબીને નવા કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, DDO વિદ્યાસાગર મળ્યા.

Gujarat5/13/2026, 6:03:15 AM
72 IAS અધિકારીઓની બદલી:મોરબીને નવા કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, DDO વિદ્યાસાગર મળ્યા.
રાજ્ય સરકારે એક સાથે 72 IAS અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓમાં મોરબી જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને મહાનગરપાલિકાના કમિશનરનો પણ સમાવેશ થાય છે. મોરબી મહાનગરપાલિકાના વર્તમાન કમિશનર સ્વપ્નિલ ખરેને હવે મોરબી જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સંગીતા રૈયાણીને મોરબી મહાનગરપાલિકાના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાર્જમાં રહેલી મોરબી DDOની જગ્યા પર ધંધુકાના એડિશનલ કલેક્ટર વિદ્યાસાગરની નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓમાં મોરબી જિલ્લાના પૂર્વ કલેક્ટર કે.બી.ઝવેરીનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી જ રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓની અટકળો ચાલી રહી હતી.
Read Original Article →