મોરબી મનપાના પ્રથમ મેયર બન્યા ઉત્તમ સુરાણી:ચિરાગ રાણપરા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે જયંતી પડસુંભિયાની વરણી કરાઈ

Gujarat5/26/2026, 5:52:48 AM
મોરબી મનપાના પ્રથમ મેયર બન્યા ઉત્તમ સુરાણી:ચિરાગ રાણપરા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે જયંતી પડસુંભિયાની વરણી કરાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે, ત્યારે આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સુરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 01ના કોર્પોરેટર જયંતી પડસુંભિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. મોરબી મહાપાલિકાની 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે, જેથી કરીને મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણીમાં વિપક્ષ જેવુ કશું છે જ નહીં પરંતુ ભાજપની આંતરિક ખેંચતાણના લીધે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા હતી કે, કોણ મોરબી મહાપાલિકાના મેયર બનશે પરંતુ આજે મોરબી મહાપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની પહેલી બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણી યોજાઇ હતી અને આ ચૂંટણીમાં મેયર પદે ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા ચૂંટાઈ આવેલ છે. મોરબી મહાપાલિકાની નવી બિલ્ડિંગમાં બીજા માળે હોલમાં આજે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મહાપાલિકાના ભાજપના 52 એ 52 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રથમ બેઠકમાં મહાપાલિકાના સભ્યોમાંથી પ્રથમ અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી નિયમાનુસાર કરવામાં આવી હતી જેમાં છેલ્લી ઘડીએ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ તરફ મેયર અને ડેપ્યુટી મેયર માટે મેન્ડેડ આપવામાં આવ્યા હતા. જો કે, મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી યોજાઈ તે પહેલા રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયા, મહામંત્રી નિર્મલ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અમે આને અપડેટ કરી રહ્યા છીએ
Read Original Article →