કોણ બનશે મોરબી મનપાના મેયર-ડેપ્યુટી મેયર?:મંગળવારે ચૂંટણી પ્રક્રિયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

Gujarat5/22/2026, 2:10:30 PM
કોણ બનશે મોરબી મનપાના મેયર-ડેપ્યુટી મેયર?:મંગળવારે ચૂંટણી પ્રક્રિયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે
મોરબી મહાપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી આગામી મંગળવારે યોજાશે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ 52 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે, મેયર પદ માટે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી ખેંચતાણ અને અટકળોનો હવે અંત આવશે. મહાપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ બોર્ડ બેઠક 26મી મંગળવારે સવારે 11 કલાકે નવી મહાપાલિકા કચેરીના બીજા માળે આવેલા હોલમાં યોજાશે. આ બેઠક માટેના એજન્ડા તમામ સભ્યોને મોકલી દેવામાં આવ્યા છે. આ પ્રથમ બેઠકમાં નિયમાનુસાર મહાપાલિકાના સભ્યોમાંથી પ્રથમ અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. આ પદો માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં મેયર પદ માટે ભાવેશ કંઝારીયા, ભૂપત જારીયા અને ગણેશ ડાભી સહિત ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે. જોકે, ભાજપ દ્વારા આવા કિસ્સાઓમાં ઘણીવાર ચર્ચામાં ન હોય તેવા નામોને સરપ્રાઈઝ તરીકે જાહેર કરવામાં આવતા હોય છે. મેયર કોણ બનશે તે મંગળવારે જ સ્પષ્ટ થશે.
Read Original Article →