ભાજપ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે ?:મોરબી મનપાના પ્રથમ મેયરની આજે તાજપોશી; મહિલા સહિત 6 ઉમેદવાર મેદાનમાં
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તબદીલ થયા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી જેમાં ફરી એકવાર ભાજપના 52 સદસ્યો વિજેતા બન્યા હતા. પરિણામ જાહેર થયા ત્યારથી રાજકીય વર્તુળની સાથે શહેરીજનો પણ પ્રથમ મેયરની તાજપોશી કોને કરશે તેના પર મીટ માંડીને બેઠા છે. તાજેતરમાં કમલમ ખાતે યોજાયેલી સેન્સ પ્રકિયામાં મહિલા સદસ્ય સહિત કુલ 6 દાવેદારોએ તેમના નામ માટે દાવેદારી કરી તમામ સદસ્યોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મનપાનો ચૂંટણી જંગ શરૂ થયો ત્યારથી જ આ મેયર પદ માટે પડદા પાછળની રાજનીતિના તમામ દાવ રમાઇ ચૂક્યા છે. જે બે પ્રમુખ દાવેદારો મનાય છે. એ તો માત્ર મહોરા જ છે. એની પાછળ રહેલા બે કિંગ મેકર્સએ પોતાના પ્યાદાને આગળ કરવા શામ દામ દંડ ભેદની રાજનીતિ ખેલી છે અને પ્રદેશ કક્ષા સુધી પણ ભારે ધમપછાડા કર્યા હતા. તેમજ અંદરોઅંદર જબરી ખેંચતાણ થઈ હતી. આ બધી જ ટાંટિયા ખેંચની રમતના અંતે હવે પ્રદેશ ભાજપ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે ? તે અંગે જરાય પણ કોઈને અણસાર આવવા દીધો નથી. એટલે આ બે બળિયાઓ વચ્ચેની લડાઈમાં કોઈ ત્રીજો જ ફાવી જશે કે કેમ ? તે અંગે જબરી ઉત્તેજના છવાઈ ગઈ છે. બે જૂથની લડાઈ વચ્ચે ત્રીજો ઉમેદવાર ફાવી જાય તો નવાઈ નહીં
મોરબી જિલ્લાના પ્રથમ મેયર તરીકે ઓબીસીમાં સતવારા સમાજના ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કંજારિયા, ભરત જારીયા ત્રણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો કે પાર્લામેન્ટરી બેઠકમાં સર્જાયેલી સ્થિતિ બાદ અન્ય ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાય તો પણ નવાઈ નહી. અન્ય ઉમેદવારમાં હિરેન કરોતરા, ઉત્તમ સુરાણી ઉપરાંત વીણાબેન કંજારિયા પર પસંદગી કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. પક્ષ જે નિર્ણય લે તે શિરોમાન્ય રહેશે તેવી કેસેટ! પરંતુ વાસ્તવિકતા અલગ
પાર્ટી જે નિર્ણય લેશે તેને માન્ય રાખવાની કેસેટ વગાડવામાં આવી હતી. જો કે અંદર ખાને એક જૂથ બીજા જૂથને સાવ પાડી દેવા મથતું હોય તેના પડઘા છેક ગાંધીનગરની પાર્લામેન્ટરી બેઠક સુધી પડ્યા બાદ હવે આજે ભાજપ દ્વારા નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે જેમાં બંધ કવરમાં એક વ્યક્તિનું નામ જાહેર કરશે. આ રીતે ડે. મેયર જનરલ કેટેગરીમાંથી હોવાથી અન્ય 45 ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી. જો કે તેમાંથી કોણ બાજી મારશે તેના પર નજર રહેશે
Read Original Article →