મોરબીમાં 6 જૂને મેગા જોબફેર:પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોલ ખાતે આયોજન, 30 ખાનગી કંપનીમાં યુવકોને નોકરીની તક

Gujarat6/3/2026, 4:38:36 PM
મોરબીમાં 6 જૂને મેગા જોબફેર:પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોલ ખાતે આયોજન, 30 ખાનગી કંપનીમાં યુવકોને નોકરીની તક
મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 6 જૂન, 2026ના રોજ જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબફેર મોરબીના પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોલ, વેજીટેબલ રોડ, ઉમા સંકુલ સામે સવારે 9:30 કલાકે યોજાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી અને આસપાસના યુવા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવાનો છે. આ ભરતીમેળામાં મોરબી અને કચ્છ જિલ્લાની આશરે 30 નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ કંપનીઓ લાયક ઉમેદવારોની વિનામૂલ્યે સીધી પસંદગી કરશે. નોન-મેટ્રિક, ધોરણ-10 (SSC), ધોરણ-12 (HSC), ITI અને સ્નાતક (Graduate) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જોબફેરમાં ભાગ લઈ શકશે. ઉમેદવારોની વયમર્યાદા 18 થી 35 વર્ષની હોવી અનિવાર્ય છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઓળખકાર્ડ અને બાયોડેટાની નકલો સાથે નિર્ધારિત સમયે અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવું પડશે. જે ઉમેદવારોએ અગાઉ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ આ ભરતીમેળામાં સીધા હાજર રહીને રોજગારીની તક મેળવી શકશે.
Read Original Article →