મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ શરૂ:મેયર ઉત્તમ સુરાણીએ શાકમાર્કેટ વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવ્યું

Gujarat6/9/2026, 5:38:52 AM
મોરબીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ શરૂ:મેયર ઉત્તમ સુરાણીએ શાકમાર્કેટ વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવ્યું
રાજ્ય સરકારના "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અભિયાન અંતર્ગત મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ આજથી શરૂ થઈને 14મી તારીખ સુધી ચાલશે. આ અભિયાનના ભાગરૂપે આજે મોરબીના નગરદરવાજા ચોક અને શાકમાર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક કલેક્શન માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાનો છે. આ સફાઈ અભિયાનમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી કમિશનર સોની, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. નગરદરવાજા ચોકથી શાકમાર્કેટ સુધીના વિસ્તારમાં પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર ઉત્તમ સુરાણીએ સ્થળ પર જઈને સફાઈ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
Read Original Article →