મોરબીમાં ચોમાસા પહેલાં તંત્રની કાર્યવાહી:મચ્છુ નદી પટમાંથી ઝૂંપડાં દૂર કરાયા, જોખમી વિસ્તારો ખાલી કરાશે

Gujarat6/3/2026, 6:01:08 AM
મોરબીમાં ચોમાસા પહેલાં તંત્રની કાર્યવાહી:મચ્છુ નદી પટમાંથી ઝૂંપડાં દૂર કરાયા, જોખમી વિસ્તારો ખાલી કરાશે
મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છુ નદીના પટમાં વસવાટ કરતા પરિવારોના ઝૂંપડાં હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણીની આવક વધવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી સંભવિત જાનહાનિ ટાળવા માટે આ પ્રિ-મોન્સૂન ડ્રાઇવ શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા નદીના પટ સહિત જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાં સર્વે અને નિરીક્ષણની કામગીરી પણ કરાઈ રહી છે. અગાઉ દબાણો દૂર કર્યા બાદ ફરી વસવાટ શરૂ થતા તંત્રે ફરી વિશેષ અભિયાન હાથ ધર્યું છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જોખમી વિસ્તારોમાં વસવાટ ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
Read Original Article →