મોરબીમાં ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ:લાયન્સ ક્લબ દ્વારા 25 દર્દીઓને પ્રોટીનસભર કીટ અપાઈ

Gujarat6/2/2026, 1:25:59 PM
મોરબીમાં ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ:લાયન્સ ક્લબ દ્વારા 25 દર્દીઓને પ્રોટીનસભર કીટ અપાઈ
લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા 'ટીબી હારેગા ભારત જીતેગા' અભિયાન હેઠળ ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત મોરબી તાલુકાના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે આશરે 25 ટીબી દર્દીઓને પ્રોટીનસભર કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા અને ખજાનચી ચંદુભાઈ કુંડારિયા સહિત ક્લબના હોદ્દેદારો અને સભ્યો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ડૉ. શૈલેષભાઈ પરેજીયા, ડૉ. દીપકભાઈ પટેલ, હેલ્થ સેન્ટરના ડૉ. શ્રેયાબેન માતરિયા અને સ્ટાફની હાજરીમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દ્વારા જન આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રે સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોવાનું પણ આ પ્રસંગે જણાવાયું હતું.
Read Original Article →