વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ, મુખ્ય 3 માગ:15મીએ અમદાવાદથી ગાંધીનગર સુધી વિશાળ રેલી, ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં જોડાવા પાલ આંબલિયાનું આહવાન

Gujarat6/8/2026, 4:12:17 AM
વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ, મુખ્ય 3 માગ:15મીએ અમદાવાદથી ગાંધીનગર સુધી વિશાળ રેલી, ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં જોડાવા પાલ આંબલિયાનું આહવાન
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે 7 જૂનની રાત્રે ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ સભામાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ દ્વારા અપૂરતા વળતર સામે વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસ અગાઉ કંપની-ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે, ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે અને વીજપોલ ઉભા કરી રહી છે. પરંતુ, તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. વળતર ચૂકવ્યા વગર કામગીરી થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ જેતપર ગામે કંપનીના માણસો વળતર વિના વીજપોલ ઉભા કરવા આવ્યા ત્યારે, ખેડૂતોએ તેમને કામ કરવા દીધું ન હતું. જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ… 'પહેલાં વળતર ચૂકવવામાં આવે પછી જ કામ શરૂ થશે' : ખેડૂત આગેવાન સભામાં જેતપરના ખેડૂત આગેવાન મેહુલ અમૃતિયાએ માગ કરી હતી કે, વીજપોલ અને વીજ વાયર પસાર થતાં કોરિડોર માટે પહેલાં વળતર ચૂકવવામાં આવે અને પછી જ કામ શરૂ કરવામાં આવે. તેમણે 180-280 અસરગ્રસ્ત ખેડૂતને પૂરતા પ્રમાણમાં વળતર આપવાની પણ માગ કરી હતી. આ પણ વાંચો, પાવરગ્રીડ સામે વિરોધ, વળતરની માગ સાથે પ્રતિક ઉપવાસ, એક ખેડૂતની તબિયત લથડી ‘સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણી મૂકવામાં આવશે’ : પાલ આંબલિયા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણી મૂકવામાં આવશે. જંત્રી દરના ચાર ગણા વળતર, અથવા પ્રતિ વીજપોલ દર મહિને ₹30,000 ભાડું, અથવા વન-ટાઇમ સેટલમેન્ટ તરીકે પ્રતિ વીજપોલ ₹2 કરોડ. આ પણ વાંચો, હળવદમાં વળતર મુદ્દે હોબાળો, ખાનગી કંપનીના વીજપોલની કામગીરી અટકાવી આગામી 15મીએ અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન આગામી 15મી તારીખે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલભાઈ આંબલિયાએ જેતપર સહિત સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતોને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. આ પણ વાંચો, કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, ખાનગી વીજ કંપની સામે વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ
Read Original Article →