મોરબીમાં ગેરેજમાંથી બે લાખની કાર ચોરાઈ:રિપેરિંગ માટે મૂકેલી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 લઈ ચોર ફરાર

Gujarat6/9/2026, 3:45:22 AM
મોરબીમાં ગેરેજમાંથી બે લાખની કાર ચોરાઈ:રિપેરિંગ માટે મૂકેલી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 લઈ ચોર ફરાર
મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક આવેલા એક ગેરેજમાંથી રિપેરિંગ માટે મૂકવામાં આવેલી બે લાખ રૂપિયાની કાર ચોરાઈ ગઈ છે. અજાણ્યા શખ્સે ચાવી વડે કાર ચાલુ કરી ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને લાતીપ્લોટ શેરી નંબર-6 ખાતે વિશ્વા પ્લાસ્ટિક નામનું કારખાનું ચલાવતા ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉધરેજા (ઉંમર 44)એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચંદ્રકાંતભાઈની ફરિયાદ મુજબ, તેમની હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઇ-10 કાર (નંબર GJ-36-B-4003), જેની અંદાજિત કિંમત રૂ. 2 લાખ છે, તે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ કારની ચાવીનો ઉપયોગ કરીને તેને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →