પૂરઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી, પાંચના મોત, CCTV:બે ગંભીર, પતરા કાપીને કારમાંથી લોકોને બહાર કાઢ્યા, ઘાયલ બાઈક ચાલકને હોસ્પિટલ પહોંચાડે એ પહેલા કાળનો ભેટો

Gujarat6/6/2026, 3:04:09 AM
પૂરઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી, પાંચના મોત, CCTV:બે ગંભીર, પતરા કાપીને કારમાંથી લોકોને બહાર કાઢ્યા, ઘાયલ બાઈક ચાલકને હોસ્પિટલ પહોંચાડે એ પહેલા કાળનો ભેટો
મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે, રણછોડગઢ તા.પંના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જતા હતાને અકસ્માત નડ્યો રણછોડગઢ ગામના યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થયું હતું. જેથી તેને ઈજા પહોંચી હતી. જેને પગલે પરેશના પિતા સહિત તેના ગામના લોકો કિયા કારમાં સવાર થઈને પરેશને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય સહિત પાંચના મોત આ અકસ્માતમાં કારમાં સવાર કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણના ઘટનાસ્થળે જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં બાઈકમાં ઈજાગ્રસ્ત થયેલા પરેશનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ મોત થયું છે. જ્યારે પરેશના પિતા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે જેઓ હાલ મોરબી તથા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેસીબીની મદદથી કારના પતરા ખેંચી તમામને બહાર કઢાયા આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના નામ ઈજાગ્રસ્તના નામ
Read Original Article →