મોરબીમાં ગ્લુ-ટ્રેપના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ:અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું; 19 જુલાઈ સુધી અમલ

Gujarat6/3/2026, 4:25:43 PM
મોરબીમાં ગ્લુ-ટ્રેપના ઉત્પાદન, વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ:અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું; 19 જુલાઈ સુધી અમલ
મોરબી જિલ્લામાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતી 'ગ્લુ-ટ્રેપ' (ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ અને ગુજરાત હાઈકોર્ટના આદેશોના કડક અમલીકરણના ભાગરૂપે લાદવામાં આવ્યો છે. સંયુક્ત પશુપાલન નિયામક અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની વિગતો અનુસાર, ગ્લુ-ટ્રેપ અત્યંત ઘાતક અને અમાનવીય છે. કોઈપણ જીવને આવી બિનજરૂરી પીડા આપવી એ કાયદાકીય ગુનો બને છે. આ જાહેરનામું 19 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ, વેપારી કે સંસ્થા આ નિયમોનો ભંગ કરતા અથવા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરતા પકડાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read Original Article →