મોરબીમાં પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર:2.18 લાખનો 4.376 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ

Gujarat5/28/2026, 5:43:01 AM
મોરબીમાં પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર:2.18 લાખનો 4.376 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ
મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા એક વાડામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 2.18 લાખ રૂપિયાની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા SOGની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિદ્યુત સોસાયટી પાછળ, ભારતનગરના મફતીયાપરામાં આવેલા પ્રભુભાઈ રઘાભાઈ મકવાણાના કબજાવાળા વાડામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પરથી ગાંજાના નાના-મોટા 8 છોડ મળી આવ્યા હતા, જેનું વજન 4 કિલો 086 ગ્રામ હતું અને તેની કિંમત 2,04,300 રૂપિયા આંકવામાં આવી હતી. આ ઉપરાંત, 290 ગ્રામ ચોખ્ખો ગાંજો પણ મળી આવ્યો હતો, જેની કિંમત 14,500 રૂપિયા હતી. આમ, કુલ મળીને 4 કિલો 376 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કુલ કિંમત 2,18,800 રૂપિયા થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે 67 વર્ષીય આરોપી પ્રભુભાઈ રઘુભાઈ મકવાણા, રહે. વિદ્યુતનગર પાછળ, ભારતનગર, મફતીયાપરા, મોરબીની ધરપકડ કરી હતી. તેમની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →