મોરબીના જેતપર નજીક જુગારધામ પર LCBની રેડ:9 જુગારી પકડાયા, 4 ફરાર; ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબીના જેતપર ગામ નજીક ખરાબાની ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 4 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,20,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને જેતપર ગામથી દેવડીયા ગામ તરફ જતા રસ્તા પર પડતર ખરાબામાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી રણજીતભાઈ મનસુખભાઈ કોરડીયા (ઉં.વ. 22, રહે. વેણાસર), અભયભાઈ ભગવાનજીભાઈ અઘારા (ઉં.વ. 26, રહે. જેતપર), અશ્વિનભાઈ વીરજીભાઈ ભટાસણા (ઉં.વ. 46, રહે. રવાપર રોડ, શાસ્ત્રીનગર, મોરબી), ધર્મેન્દ્રભાઈ ગોકળભાઈ હમીરપરા (ઉં.વ. 36, રહે. જેતપર), માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી (ઉં.વ. 55, રહે. વવાણીયા), વિપુલભાઈ જયંતીભાઈ ઝાલરીયા (ઉં.વ. 34, રહે. મહેન્દ્રનગર), મયંકભાઇ તળશીભાઇ કાવર (ઉં.વ. 34, રહે. મહેન્દ્રનગર), રાહુલભાઈ મનહરભાઈ બોસિયા (ઉં.વ. 25, રહે. જેતપર) અને મેહુલભાઈ લાભુભાઈ દેત્રોજા (ઉં.વ. 36, રહે. મહેન્દ્રનગર) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ₹70,100 રોકડા અને ₹50,000 ની કિંમતના 7 મોબાઈલ ફોન મળી કુલ ₹1,20,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં રાજુભાઈ કડિયા (રહે. જેતપર), ઢેકરી અઘારા (રહે. જેતપર), રૂપેશ ઉર્ફે રૂપો કલોલા (રહે. જેતપર) અને શક્તિ કોળી (રહે. ધનાળા) નો સમાવેશ થાય છે. પોલીસે કુલ 13 શખ્સો (9 પકડાયેલા અને 4 ફરાર) વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →