મોરબીમાં વીજલાઈન કામના વિરોધમાં ખેડૂતોનો ચક્કાજામ:અણિયારી ટોલનાકે પોલીસે ચક્કાજામ હટાવી હાઈવે શરૂ કરાવ્યો

Gujarat6/9/2026, 3:55:32 PM
મોરબીમાં વીજલાઈન કામના વિરોધમાં ખેડૂતોનો ચક્કાજામ:અણિયારી ટોલનાકે પોલીસે ચક્કાજામ હટાવી હાઈવે શરૂ કરાવ્યો
મોરબીના જેતપર ગામે વીજલાઈનના કામનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે અણિયારી ટોલનાકે ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોની અટકાયતથી રોષે ભરાયેલા ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો હતો. કલાકો સુધી ચાલેલા ચક્કાજામને પોલીસે બળપ્રયોગ કરીને હટાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ગામે વીજલાઈનના કામ સામે છેલ્લા ચાર દિવસથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી હતી, જે બાદ અન્ય ખેડૂતોએ ચક્કાજામ કરી ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્ત કરાવ્યા હતા. આજે ફરી વીજલાઈનનું કામ શરૂ થતા ખેડૂતોએ વિરોધ કર્યો અને પોલીસે ફરી તેમની અટકાયત કરી. પોલીસની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતો અણિયારી ટોલનાકે એકઠા થયા અને ચક્કાજામ શરૂ કર્યો. આ ચક્કાજામમાં અન્ય ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શરૂઆતમાં પોલીસે ખેડૂતોને રોડની એક તરફ ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂતો ફરી રોડ પર આવી ચક્કાજામનો પ્રયાસ કરવા લાગ્યા. આખરે પોલીસે બળપ્રયોગ કરીને તમામ ખેડૂતોને રોડ પરથી હટાવ્યા હતા. ચક્કાજામ સમેટાયા બાદ ખેડૂતો જેતપર પરત ફર્યા હતા. અહીં પોલીસે ડિટેઈન કરાયેલા ખેડૂતોને મુક્ત કર્યા હતા, જે બાદ તમામ ગ્રામજનોએ તેમનું હારતોરા કરી સન્માન કર્યું હતું. ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખશે.
Read Original Article →