મોરબીમાં 251 ખેડૂતોને ₹2.28 કરોડની કૃષિ સહાય:મીની ટ્રેક્ટર, કલ્ટીવેટર, રોટાવેટરથી નાના ખેડૂતોને મળશે રાહત

Gujarat6/5/2026, 7:16:04 AM
મોરબીમાં 251 ખેડૂતોને ₹2.28 કરોડની કૃષિ સહાય:મીની ટ્રેક્ટર, કલ્ટીવેટર, રોટાવેટરથી નાના ખેડૂતોને મળશે રાહત
મોરબી જિલ્લામાં કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ જિલ્લાના કુલ 251 ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો માટે ₹228.12 લાખની સહાય ફાળવવામાં આવી છે. મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત હોવાથી, આર્થિક મર્યાદાઓને કારણે તેઓ મોંઘા કૃષિ સાધનો ખરીદી શકતા નહોતા. આના પરિણામે ખેતીના કાર્યોમાં વિલંબ થતો હતો અને ખર્ચમાં વધારો થતો હતો. સરકારની આ સહાય યોજના આવા ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત 251 મીની ટ્રેક્ટર, 173 કલ્ટીવેટર, 78 રોટાવેટર અને એક મીની ટ્રેલર સહિતના આધુનિક કૃષિ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાધનોના ઉપયોગથી ખેડ, વાવણી અને લણણી જેવા ખેતીના કાર્યો સમયસર અને વધુ કાર્યક્ષમતાથી પૂર્ણ થઈ રહ્યા છે. સરકારના આ પ્રયાસોથી ખેડૂતોનું આર્થિક જીવનધોરણ સુધરવાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. મોરબીના ખેડૂતો હવે પરંપરાગત ખેતી પદ્ધતિઓમાંથી આધુનિકતા તરફ વળીને વધુ સક્ષમ બની રહ્યા છે.
Read Original Article →