મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી:76 બેઠકોમાંથી 49 ઉમેદવારી ફોર્મ રદ, હવે 272 ઉમેદવારો મેદાનમાં

Gujarat4/13/2026, 11:54:52 AM
મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી:76 બેઠકોમાંથી 49 ઉમેદવારી ફોર્મ રદ, હવે 272 ઉમેદવારો મેદાનમાં
મોરબી જિલ્લા પંચાયતની 24 અને મહાનગરપાલિકાની 52 બેઠકો સહિત કુલ 76 બેઠકો માટે ભરાયેલા 321 ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. આ ચકાસણી પ્રક્રિયામાં કુલ 49 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષોના કુલ 272 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણી માટે 52 બેઠકો પર કુલ 204 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન ડુપ્લિકેટ ફોર્મ, ટેકેદારની સહીનો અભાવ જેવા કારણોસર કુલ 23 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. પરિણામે, મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હવે 181 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મહાપાલિકાના રદ થયેલા ફોર્મના વોર્ડવાર આંકડા જોઈએ તો, વોર્ડ નંબર 1 માં 1, 2 માં 3, 3 માં 4, 4 માં 2, 5 માં 1, 6 માં 1, 7 માં 0, 8 માં 2, 9 માં 1, 10 માં 3, 11 માં 0, 12 માં 2 અને 13 માં 2 ફોર્મ રદ થયા છે. આમ કુલ 23 ફોર્મ રદ થયા છે. જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પક્ષનું મેન્ડેડ ન હોવા, અન્ય કારણો અને ડુપ્લિકેટ ફોર્મ જેવા મુદ્દાઓને કારણે કુલ 26 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે જિલ્લા પંચાયત માટે કુલ 91 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની છેલ્લી તારીખ 15મી છે. ત્યારબાદ બુધવારે સાંજે મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
Read Original Article →