મોરબીમાં મહિલાના ગળામાંથી સોનાનો ચેઈન ઝૂંટવાયો:ડી-માર્ટ પાસેથી પરત ફરતી વખતે રૂ. 1.75 લાખની ચીલઝડપ
મોરબી શહેરમાં ધોળા દિવસે ચીલઝડપની ઘટના સામે આવી છે. ડી-માર્ટ પાસેથી ખરીદી કરીને પરત ફરી રહેલી એક મહિલાના ગળામાંથી મોટરસાયકલ પર આવેલા અજાણ્યા શખ્સે રૂ. 1.75 લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો. આ ઘટના મોરબીના સામાકાંઠે બની હતી. ભક્તિનગરમાં રહેતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા (ઉ.વ. 51) તેમના એક્ટિવા પર પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે એક બુકાનીધારી શખ્સે ચાલુ એક્ટિવાએ તેમની પત્નીના ગળામાંથી આશરે દોઢ તોલા વજનનો સોનાનો ચેઈન આંચકી લીધો હતો. ઝૂંટવી લેવાયેલા સોનાના ચેઈનની કિંમત રૂ. 1,75,000/- આંકવામાં આવી છે. લૂંટારુ ઘટનાને અંજામ આપીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ભાવેશભાઈ મહેતાએ આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
Read Original Article →