મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું આકસ્મિક નિરીક્ષણ:દર્દીઓ સાથે વાતચીત કરી સુવિધાઓ અને સારવાર અંગે લીધો પ્રતિસાદ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વહેલી સવારે મોરબી સિવિલ હોસ્પિટલનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્પિટલની વિવિધ સુવિધાઓ અને કામગીરીની સમીક્ષા કરી. નિરીક્ષણ દરમિયાન, કલેક્ટરે ફાયર સેફ્ટી વ્યવસ્થા, વિવિધ વોર્ડ, દર્દીઓના રૂમ અને તેની સાથે જોડાયેલા શૌચાલયોની સ્થિતિ તપાસી હતી. તેમણે હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓને અપાતી સારવાર અને અન્ય સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ દર્દીઓ સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ, સારવારની ગુણવત્તા અને હોસ્પિટલની સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો. દર્દીઓના સૂચનો અને રજૂઆતોને પણ તેમણે ધ્યાનપૂર્વક સાંભળી. કલેક્ટરના અચાનક આગમનથી હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આ આકસ્મિક નિરીક્ષણનો હેતુ સરકારી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને દર્દીકેન્દ્રિત બનાવવાનો છે, જેના માટે જિલ્લા તંત્ર દ્વારા સમયાંતરે આવા ચેકિંગ કરવામાં આવે છે.
Read Original Article →