મોરબીમાં ભેંસ-પાડી ચોરી કેસ:રીઢા આરોપી દિલીપ ઘેલડાની ધરપકડ, અગાઉ પણ ગુના નોંધાયેલા

Gujarat5/24/2026, 1:11:08 PM
મોરબીમાં ભેંસ-પાડી ચોરી કેસ:રીઢા આરોપી દિલીપ ઘેલડાની ધરપકડ, અગાઉ પણ ગુના નોંધાયેલા
મોરબીના જૂની પીપળી ગામે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી થઈ હતી. આ મામલે માલધારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂ. 1.10 લાખની કિંમતના ત્રણ પશુઓની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. જૂના પીપળી ગામના રહેવાસી મહેશભાઈ નાજાભાઈ મુંધવા (ઉંમર 39) એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગત 24 એપ્રિલની રાત્રિના 10:30 વાગ્યાથી બીજા દિવસે સવારના 6:00 વાગ્યા દરમિયાન તેમના ઘર પાસેના વાડામાંથી આ પશુઓની ચોરી થઈ હતી. મોરબી તાલુકા પોલીસની ટીમે તપાસ દરમિયાન આરોપી દિલીપ ઉર્ફે દિપો જયંતીભાઈ ઘેલડા (ઉંમર 25) ની ધરપકડ કરી છે. આરોપી ટિંબડી, મોરબીનો રહેવાસી છે અને મૂળ ખંભાત તાલુકાના રાલેજનો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી દિલીપ સામે ધ્રોલ, ખંભાત અને હળવદ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે.
Read Original Article →