મોરબીમાં બે વર્ષના બાળકનું મોત:લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી ગયો

Gujarat5/27/2026, 10:39:16 AM
મોરબીમાં બે વર્ષના બાળકનું મોત:લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી ગયો
મોરબીના લીલાપર ગામે એક દુઃખદ ઘટનામાં બે વર્ષના બાળકનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત થયું છે. રમતા રમતા બાળક ટાંકામાં પડી ગયો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસને કરવામાં આવી હતી. મૃતક બાળકનું નામ નક્ષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હતું. તે મૂળ મોરબી તાલુકાના શાપર ગામનો રહેવાસી હતો અને હાલ લીલાપર ગામે પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ ઘટના રાત્રિના આશરે દસ વાગ્યાના અરસામાં બની હતી. બાળકને ટાંકામાંથી બહાર કાઢીને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને એમ.પી. ઝાલા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →