વાંકાનેરના કણકોટમાં ગેરકાયદે ખનન:LCBએ રેડ પાડી જેસીબી, ડમ્પર સહિત ₹55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ₹55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કણકોટ ગામના સીમ વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પાસેની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે રાખીને કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી એક જેસીબી (નંબર GJ 36 S 2246) અને એક ડમ્પર (નંબર GJ 2 XX 6442) મળી આવ્યા હતા. જેસીબીની કિંમત ₹30 લાખ અને ડમ્પરની કિંમત ₹25 લાખ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં કણકોટના પૃથ્વીરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણાના નામ સામે આવ્યા છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ દંડ વસૂલવા માટેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ખનીજ ચોરો સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Read Original Article →