મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગાયબ:આગોતરી જાણ પણ કર્યા વગર જ વીજ પુરવઠો બંધ કરી દેવાય, તો ક્યારેક સવારે 8નું કહી 6 કલાકે જ વીજળી ગુલ
મોરબીમાં પ્રિમોન્સૂન કામગીરીને લઈને મેન્ટેનન્સના નામે પીજીવીસીએલ તંત્રએ ગઈકાલે અને આજે એમ સતત બે દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ કરી દીધો હતો. જો કે પીજીવીસીએલ તંત્રએ કોઈ વિસ્તારોમાં સવારના 8થી 12 તો કોઈ વિસ્તારોમાં 7થી 2 તો અનેક વિસ્તારોમાં 8થી 3 કે 4 વાગ્યા સુધી પાવર કાપ જાહેર કર્યા બાદ આ સમય મર્યાદામાં પાવર કાપ લાગુ કર્યો જ ન હતો એના બદલે આડેધડ મન ફાવે એ રીતે પાવર કાપ લાગુ કરતા વીજ ધાંધીયાથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. જેમાં વીજ તંત્રએ અગાઉ સવાર 8 વાગ્યે પાવર કાપ લાદવાનું જાહેર કર્યા બાદ ઘણા વિસ્તારોમાં વહેલી સવારના 6 વાગ્યે પાવર કટ કરી દેતા લોકોની ઊંઘ બગડી હતી. એક તો ચોમાસું માથે હોય અને વરસાદ અગાહીને કારણે ભેજયુક્ત વાતાવરણ અને આગ ઝરતી ગરમી અને ઉપરથી વીજળી ગુલ થતા જનજીવન આકુળ વ્યાકુળ થઈ ગયું હતું. ઔધોગિક અને રહેણાંક વિસ્તારોમાં બે દિવસ સુધી વીજળી ગુલ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જાહેરાત કરી હોય તે સમયનું પાલન તો કરો વીજકાપ લાગૂ થશે તેની જાહેરાત પીજીવીસીએલ તંત્ર અગાઉ કરી દેતું હોય છે પરંતુ સમય પાલનનો આગ્રહ રહેતો ન હોવાથી લોકોની અકળામણ વધી છે. વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાની આગોતરી જાણ કરી હોવાથી લોકો તેમના કામ પતાવી શકે, અથવા તો આયોજન કરી શકે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્ર એ સમયનું જ પાલન ન કરતું હોવાથી લોકોની અકળામણ વધી રહી છે. આથી તંત્ર આ બાબતને ગંભીરતાથી લે તેવી માગણી શહેરીજનોની છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગાયબ મોરબીના દરબારગઢ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારો, ઔધોગિક વિભાગમાં કેરાળા જેજીવાય,રાજા,એરિકોન ઇન્ડ, હરીપર,કેરાળા ગામ તેમજ તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગીક વિસ્તાર, ઘૂંટુ ગામ તથા તેની આસપાસના ભાગના વિસ્તારો, ભરતનગર આસપાસના રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક, શહેરના વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧,૨,૩,ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તાર, ન્યુ બસસ્ટેન્ડ, હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલની આજુબાજુનો વિસ્તાર,સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩, શનાળા, રવાપર એસ એસથી નીકળતા બહુમાળી તેમજ તીર્થ અર્બન, સરદાર નગર-૩, ન્યૂવેરા સ્કૂલની આસ પાસ, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ -૧ ૨, લોટસ ૧૫૮, લોટસ ૧૫૯, આસોપાલવ સોસાયટી, ખેંગડીની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર ૧, નીતિન સોસાયટી, ફ્લોરા ૧૫૮, વેલકમ પ્રાઈડ તથા આસપાસના વિસ્તારો, મહેન્દ્રનગરની સોસાયટી સોમનાથ પાર્ક,બી ડિવિઝન પ્રભુકૃપા સોસાયટી તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીકમાં વીજ પુરવઠો બંધ રહ્યો હતો.
Read Original Article →