રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પાઇલોટિંગ સેવા છોડી:PM મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ નિર્ણય

Gujarat5/12/2026, 3:27:43 PM
રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પાઇલોટિંગ સેવા છોડી:PM મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ નિર્ણય
મોરબીના ધારાસભ્ય તેમજ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ હવે પાઇલોટિંગ સેવાઓનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે કરેલી અપીલ બાદ તેમણે આ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિકંદરાબાદ ખાતે એક જનસભાને સંબોધિત કરતી વખતે દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવા સહિતની પાંચ અપીલ કરી હતી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે ભારતીય અર્થતંત્ર પર સંભવિત અસરને ધ્યાનમાં રાખીને આ અપીલ કરવામાં આવી હતી. મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ પાઇલોટિંગ સેવાઓનો ઉપયોગ કરશે નહીં. મંત્રી અમૃતિયાએ વધુમાં સ્પષ્ટતા કરી કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરતી વખતે પાઇલોટિંગ માટે એક વાહન આવે છે અને બીજું પાછું જાય છે. આ પ્રક્રિયામાં ચાર ગણું ડીઝલ બગડે છે અને માનવ કલાકોનો પણ વ્યય થાય છે. ડીઝલનો બચાવ કરવાના હેતુથી તેમણે આ પગલું ભર્યું છે.
Read Original Article →