મહિલાઓ માટે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરાયું:મોરબીમાં મહિલાઓએ ‘મ્યુઝિકલ તંબોલા’ની ધમાલ માણી, રોજિંદી વ્યસ્તતા ભૂલી ગૃહિણીઓ સંગીતના તાલે ઝૂમી

Gujarat4/9/2026, 2:13:18 AM
મહિલાઓ માટે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરાયું:મોરબીમાં મહિલાઓએ ‘મ્યુઝિકલ તંબોલા’ની ધમાલ માણી, રોજિંદી વ્યસ્તતા ભૂલી ગૃહિણીઓ સંગીતના તાલે ઝૂમી
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીએ મહિલાઓ માટે ‘મ્યુઝિકલ તંબોલા’ના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રોજિંદા ઘરકામ અને વ્યવસાયિક વ્યસ્તતામાંથી મુક્તિ મેળવી મહિલાઓ આનંદ-પ્રમોદ કરી શકે તે હેતુથી આ ઈવેન્ટ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરની અનેક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સંગીતના સુરાવલીઓ વચ્ચે તંબોલાની રમત રમી હતી. ગૃહિણીઓએ ફિલ્મી ગીતો અને મ્યુઝિકના તાલે ઝૂમીને ડાન્સની પણ મજા માણી હતી. સોસાયટીએ મહિલાઓને એક મંચ પર લાવી એકતા અને ઉત્સાહ વધારવાનો સફળ પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી સાથે વિવિધ રીતે સંકળાયેલા અને સંસ્થાના ઉત્થાનમાં યોગદાન આપનાર સક્રિય સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને આકર્ષક ગિફ્ટ્સ આપવામાં આવી હતી. આ ઉપરાંત મ્યુઝિકલ તંબોલાની રમતમાં વિજેતા બનેલી મહિલાઓને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘરની જવાબદારીઓ વચ્ચે આવા આયોજનો માનસિક તાજગી આપે છે. મ્યુઝિક સાથેની રમતમાં ભાગ લઈને તમામ બહેનોએ તણાવમુક્ત વાતાવરણનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમના આકર્ષણો‎
Read Original Article →