4 પોલીસ કર્મીઓએ તપાસના બહાને ઘરમાં ઘૂસી તોડફોડ કરી!:સવાલામાં 18 હજારની લૂંટ ચલાવી હોવાની મહેસાણા SPને અરજી, વેપારીનો વિસનગર પોલીસ સામે ગંભીર આક્ષેપ

Gujarat5/16/2026, 11:43:25 AM
4 પોલીસ કર્મીઓએ તપાસના બહાને ઘરમાં ઘૂસી તોડફોડ કરી!:સવાલામાં 18 હજારની લૂંટ ચલાવી હોવાની મહેસાણા SPને અરજી, વેપારીનો વિસનગર પોલીસ સામે ગંભીર આક્ષેપ
મહેસાણાના વિસનગર તાલુકાના સવાલા ગામે ચાર પોલીસ કર્મીએ એક પ્રતિષ્ઠિત વેપારીના ઘરમાં ઘૂસી તોડફોડ કરી, રોકડની લૂંટ ચલાવી અને પરિવારના સભ્યો સાથે મારપીટ કરી હોવાની ગંભીર લેખિત અરજી કરીને ફરિયાદ મહેસાણા SPને કરવામાં આવી છે. અરજીમાં લખ્યું છે કે, તપાસના બહાને ઘરમાં ઘૂસી તોડફોડ કરી છે તથા 18 હજારની લૂંટ ચલાવી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. 4 શખસોએ દારૂના વેપારની તપાસના બહાને ઘરમાં જબરદસ્તી પ્રવેશ કર્યો સવાલા ગામના રહીશ અને પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા સાદીકઅલી અખ્તયારખાન ચૌહાણે પોતાની લેખિત ફરિયાદ(અરજી)માં જણાવ્યું છે કે, ગત 10મેના રોજ સાંજના સમયે એક સફેદ કારમાં ચાર વ્યક્તિઓ તેમના ઘરે આવ્યા હતાં. પોતાને વિસનગર તાલુકા પોલીસના કર્મચારી ગણાવી આ શખ્સોએ દારૂના વેપારની તપાસના બહાને ઘરમાં જબરદસ્તી પ્રવેશ કર્યો હતો. જ્યારે ફરિયાદીએ સર્ચ વોરંટ અથવા આઈડી કાર્ડની માંગણી કરી, ત્યારે આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ઘરમાં તોડફોડ કરીને 18 હજારની લૂંટ કર્યાનો આક્ષેપ શખસોએ ફરિયાદીના પુત્રનું ગળું દબાવી પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તપાસના નામે ઘરના કબાટો અને ફર્નિચરને નુકસાન પહોંચાડી ટેબલના ડ્રોઅરમાં રાખેલા રૂ. 18,000ની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ફરિયાદીના 16 વર્ષના સગીર પુત્રને લાફો મારવામાં આવ્યો હતો અને પરિવારને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યો હતો. વિસનગર પોલીસે પણ ફરિયાદીની ધમકાવ્યાનો આક્ષેપ ઘટનાની જાણ થતા ગામના આગેવાનો અને પૂર્વ સરપંચ પણ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ આરોપીઓએ ઉદ્ધત વર્તન કરી ત્યાંથી નાસી છૂટ્યા હતાં. ફરિયાદી જ્યારે આ બાબતે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા ત્યારે પણ તેમને ધમકાવીને કાઢી મૂકવામાં આવ્યા હોવાનું SPને આપેલી અરજીમાં જણાવાયું છે. મહેસાણા SPને લેખિત અરજી કરીને ફરિયાદ કરી હાલમાં અરજદારે સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓ સાથે મહેસાણા એસ.પી. સહિત મુખ્યમંત્રી અને માનવ અધિકાર પંચને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે. આ ઘટનામાં 4 શખસો વિરુદ્ધ લૂંટ, મારપીટ અને ધમકીની વિવિધ ધારાઓ હેઠળ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. 'પોલીસ કર્મીઓ દોષિત હશે તો કાર્યવાહી કરીશું' મહેસાણા SP હિમાંશુ સોલંકીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો પોલીસ કર્મીઓ દોષિત હશે તો પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →