વડનગરના હાટકેશ્વર મંદિરમાં ભાજપનો ભવ્ય કાર્યક્રમ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભગવાનની મહાઆરતી કરશે, નગરજનો ઘરના આંગણે દીવો પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવશે

Gujarat6/10/2026, 1:43:56 PM
વડનગરના હાટકેશ્વર મંદિરમાં ભાજપનો ભવ્ય કાર્યક્રમ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભગવાનની મહાઆરતી કરશે, નગરજનો ઘરના આંગણે દીવો પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે દેશની સેવામાં અવિરત 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની પ્રાર્થના અર્થે બુધવારના રોજ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વિશેષ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિમય અને સેવાકીય ઉજવણીના ભાગરૂપે મંદિરે વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ યોજાશે, જેમાં સમાજની અવિરત સેવા કરતા સ્વચ્છતા કર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હાટકેશ્વર મંદિરે ભક્તિભાવપૂર્વક ધૂન કાર્યક્રમનું આયોજન થશે. સાંજે 7 કલાકે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વરદહસ્તે ભગવાન હાટકેશ્વરની ભવ્ય મહાઆરતી કરવામાં આવશે, જેમાં વડનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ જોડાશે. આ મંગલમય દિવસના સમાપનમાં રાત્રે 8 વાગે વડનગરના દરેક નાગરિક પોતાના ઘરના આંગણે એક-એક દીવો પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ ઉજવશે અને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે સામૂહિક પ્રાર્થના કરશે.
Read Original Article →