ઉત્તર ગુજરાતમાં પવન અને ધૂળનો પ્રભાવ:મધ્યપ્રદેશમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી થારના રણની રેતી મહેસાણા પહોંચી, હવાની ગુણવત્તા 75% બગડી

Gujarat5/15/2026, 12:00:00 AM
ઉત્તર ગુજરાતમાં પવન અને ધૂળનો પ્રભાવ:મધ્યપ્રદેશમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી થારના રણની રેતી મહેસાણા પહોંચી, હવાની ગુણવત્તા 75% બગડી
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સરેરાશ 7 થી 8 કિલોમીટરની ઝડપે ફૂંકાતો પવન ગુરૂવારે સરેરાશ 14 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. થોડા સમય માટે પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. મધ્યપ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી થારના રણની રેતી મહેસાણા સુધી પહોંચી હતી.હવામાં ધૂળના રજકણોનું પ્રમાણ દર્શાવતાં PM10નું પ્રમાણ 100 ની મર્યાદા વટાવીને 172.17 રહ્યું હતું. જ્યારે PM 2.5 નું પ્રમાણ 60 મર્યાદા વટાવીને 107.65 એ પહોંચ્યું હતું. એટલે કે, હવાની ગુણવત્તા 75% બગડી હતી. હવાની આ સ્થિતિથી આંખોમાં બળતરા, ગળામાં ખરાશ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. લાંબા ગાળે તે હૃદય અને ફેફસાંના રોગોનું જોખમ વધારે છે. બીજી તરફ આંશિક વધારા સાથે ગરમીનો પારો 41.2 થી 42.4 ડિગ્રી રહ્યું હતું. ભારે ઉકળાટના કારણે દિવસભર અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. ડ્રોન તસવીર-પ્રમોદ શાહ 16મીથી ગરમી 2-4 ડિગ્રી ઘટશે આજથી ઉત્તર ગુજરાતમાંથી હીટવેવનો રાઉન્ડ પૂર્ણ થશે. બીજી તરફ આજે ઉત્તર-પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. જેને લઇ 24 કલાક બાદ એટલે કે, 16 મેથી વાતાવરણમાં પલટો આવી શકે છે. આ કારણથી ગરમીનું પ્રમાણ 2થી 4 ડિગ્રી ઘટતાં રાહત મળશે.
Read Original Article →