પ્રાંતિજના પીલુદરા ના બે ચોરોએ મહેસાણા જિલ્લાની 10 ચોરી કબૂલી:ગોગા મહારાજના ભુવા બનીને મહેસાણાના મંદિરોમાં ચોરીઓ કરતાં બે ગઠિયા ઝડપાયા
મહેસાણા અને સાબરકાંઠાના ગામડાઓમાં ખેતરોમાં અને છેવાડે આવેલા મંદિરોમાં દિવસે ગોગા મહારાજના ભુવા બની દર્શન કરવાના બહાને જઈ ચોરીને અંજામ આપતા સાબરકાંઠાના પીલુદરા ગામના બે શખ્સોને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ શખ્સોએ વિજાપુર તાલુકાના કુકરવાડા, ઉબખલ અને લાડોલ ગામે તેમજ ખેરાલુ તાલુકાના વરેઠાના મોટા સહિત પાંચ મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. જ્યારે પોલીસ ચોપડે નહીં નોંધાયેલી પાંચથી વધુ નાના મંદિરોની ચોરીઓ પણ કબૂલી છે. પ્રાંતિજ શહેરમાં કેટલાક દિવસો પૂર્વે ધોળેદહાડે એક દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા પીઆઇ અજીતસિંહ વાળા અને તેમની ટીમે શહેરના 150 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં જોવા મળેલ શંકાસ્પદ એક્ટિવા (જીજે 09 ડીઆર 2257) શોધી તેને આધારે પ્રાંતિજના પીલુદરા ગામના ભરત મહેશભાઈ વાઘેલાની ધરપકડ કરતાં, તેણે તેના મિત્ર શૈલેશ જયંતીભાઈ નાયક સાથે મળીને માત્ર દુકાનની નહીં પરંતુ મહેસાણા અને સાબરકાંઠામાં મંદિર ચોરીની.. એક્ટિવા ઉપર દોરેલા ગોગા મહારાજના ચિત્રથી પકડા યા પ્રાંતિજમાં થયેલી ઘરફોડ ચોરીમાં શંકાસ્પદ દેખાતા એક્ટિવાની સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ તેમાં નંબર દેખાતો ન હતો અને બ્લર હતો. પરંતુ ટોલનાકાના એક સીસીટીવીમાં એક્ટિવા ઉપર ગોગા મહારાજનું ચિત્ર દોરેલું જોવા મળ્યું હતું. જેને આધારે પોલીસે એક્ટિવા શોધી કાઢ્યું હતું અને બંને મંદિર ચોરો સુધી પહોંચી હતી.
Read Original Article →