જનગણના કામગીરીમાં 650 કર્મચારીઓની તાલીમ:મહેસાણામાં 1લી જૂનથી પ્રથમ તબક્કાની ઘર ગણતરી શરૂ થશે

Gujarat5/12/2026, 1:14:56 AM
જનગણના કામગીરીમાં 650 કર્મચારીઓની તાલીમ:મહેસાણામાં 1લી જૂનથી પ્રથમ તબક્કાની ઘર ગણતરી શરૂ થશે
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત જનગણના કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના અંદાજે 583 બ્લોકમાં આગામી 1લી જૂનથી જનગણનાની કામગીરી શરૂ થશે. જ્યારે 17 મે થી 31 મે દરમિયાન સ્વ-ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. મનપા જનગણનામાં જોડાનાર કુલ 650 સુપરવાઇઝર અને ગણતરીદારોને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવશે. સોમવારથી ટાઉનહોલમાં સિટી સેશન્સ ઓફિસર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દર્શનસિંહ ચાવડા અને નોડલ ઓફિસર શિલ્પાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ તાલીમવર્ગનું આયોજન કરાયું હતું. 1 જૂનથી ઘર-મકાન ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરાશે.
Read Original Article →