બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત, એક ગંભીર:શોભાસણથી ટેચાવા હાઇવે પર અકસ્માત, ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર

Gujarat4/6/2026, 4:52:21 AM
બાઇક ને ટ્રકની ટક્કરમાં 2ના મોત, એક ગંભીર:શોભાસણથી ટેચાવા હાઇવે પર અકસ્માત, ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર
સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના બે રહીશોના શોભાસણથી ટેચાવા હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. Iગઇકાલે(5 એપ્રિલ) સવારે અમૃતજી પુંજાજી વાઘેલા, ભાલાભાઈ મણાભાઈ વાઘેલા અને રણજીતજી વાઘેલા મોટરસાઇકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતજી અને ભાલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તમાકુના સેમ્પલ બતાવવા માટે બાઇક પર નીકળ્યા હતા સાબરકાંઠા જિલ્લાના પહાડી પોલના રહીશ અજયકુમાર વાઘેલાના પિતા અમૃતજી પુંજાજી વાઘેલા અને તેમના ગ્રામજન ભાલાભાઈ મણાભાઈ વાઘેલા રવિવારે સવારે તમાકુના સેમ્પલ બતાવવા માટે મોટરસાઇકલ GJ-07-DR-8441 લઈને નીકળ્યા હતા. તેમની સાથે રણજીતજી પોપટજી પણ સવાર હતા. ટ્રકે બાઇકને ટક્કર મારી ગઇકાલે સવારના આશરે 11:30 વાગ્યાની આસપાસ શોભાસણથી ટેચાવા વચ્ચેના હાઇવે પર સામેથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ટાટા કંપનીની ટ્રક GJ-12-BY-1391ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અમૃતજી વાઘેલા અને ભાલાભાઈ વાઘેલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. અન્ય એક ગંભીર ઈજાગ્રસ્તને અમદાવાદ રીફર કરાયા અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતજી વાઘેલાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. લાડોલ પોલીસે અજય કુમારની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પહાડી પોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Read Original Article →