આડેધડ ખોદકામ:સાંઇબાબા મંદિર નજીક રૂષિનગર-શ્રીગણેશ સોસાયટી રોડ 10 દિવસથી ખોદેલો પડ્યો છે
મહેસાણા શહેરના સાંઇબાબા મંદિર નજીક આવેલા રૂષિનગર, શ્રીગણેશ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા પાઇપલાઇનના કામે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. શહેરને જોડતા મુખ્ય માર્ગની વચ્ચે જ આડેધડ ખોદકામ કરવામાં આવતા રસ્તાની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે. જેના કારણે રોજિંદી અવર-જવરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ-વ્હિલર ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. દિવસ દરમિયાન ધૂળ અને રાત્રે અંધારામાં ખાડાઓના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ બેદરકારીની ગંભીર અસર ગુરૂવાર રાત્રે સામે આવી હતી. વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી. જોકે ખરાબ રસ્તા અને ખોદકામના કારણે વાહન સરળતાથી પસાર થઈ શક્યું નહોતું. પરિણામે સ્થાનિક રહીશોને ભારે જહેમત ઉઠાવી દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવા પડ્યા હતા. સમયસર સારવાર મળે તે માટે પરિવારજનો અને પાડોશીઓએ ભારે દોડધામ કરી હતી. સ્થાનિકોમાં રોષ એ બાબતે પણ છે કે છેલ્લા 10 દિવસથી કામ ચાલી રહ્યું હોવા છતાં કામગીરીની ગતિ અત્યંત ધીમી છે.
Read Original Article →