મહેસાણા એલસીબીની બાતમી આધારે રેડ:અકસ્માતગ્રસ્ત કારમાંથી 3.25 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો

Gujarat5/12/2026, 1:50:23 AM
બહુચરાજીના દેલવાડાથી દેલપુરા જતા રોડ પર નીચે ઉતરી ગયેલ અકસ્માતગ્રસ્ત કારમાંથી મહેસાણા એલસીબીને રૂ.3.25 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી રૂ.8.45 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરેલી કાર મૂકીને નાસી છૂટેલા અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહેસાણા એલસીબી ટીમને બાતમી મળી હતી કે, દેલવાડાથી દેલપુરા જતા રોડ પર વળાંકમાં ક્રેટા ગાડી (જીજે 06 પીએચ 7494) રોડ નીચે ઉતરી ગઇ છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે. ટીમ બાતમી સ્થળે પહોંચતાં ગાડીનો આગળનો બમ્પરનો ભાગ તૂટી ગયો હતો અને ગાડી રોડ સાઈડ નીચે ઉતરી ગઈ હતી. પાછળનો કાચ ફૂટી ગયો હતો. કારની તલાસી લેતાં અંદરથી રૂ.3.25 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
Read Original Article →